| જમીનની માહિતી |
|
પ્રશ્ન: |
|
||||||
|
જવાબ: |
ખેડૂતોએ ઉનાળામાં પાક લીધા બાદ જમીનનું પૃથ્થકરણ કરાવવા સ્થાનિક ગ્રામ સેવકનો સંપર્ક સાધી જમીનની પ્રત તેમજ રાસાયણિક તત્વોને આધારે ખરીફ ઋતુના પાકોની વાવણી માટેનું પાક આયોજન કરવું. |
||||||
|
|
|
||||||
|
પ્રશ્ન: |
|
||||||
|
જવાબ: |
આવી જમીનમાં જેટ્રોફા (રત્ન જ્યોત)નો બાયો ફયુઅલ પ્લાન્ટનું વાવેતર કરી પુરક આવક પેદા કરી શકાય. |
||||||
|
|
|
||||||
|
પ્રશ્ન: |
|
||||||
|
જવાબ: |
જમીનમાં જુદા જુદા પાકોનું વાવેતર થતાં તેમાંથી જરૂરી પોષક તત્વો વપરાતા જમીન રસકસ વગરની બિન ઉપજાવ બનતી હોય છે. જેને ફરીથી ફળદ્રુપ બનાવવા જરૂરી તત્વો કયાં કયાં અને કેટલાં પ્રમાણમાં નાંખવા/ઉમેરવા તે જાણી શકાય. જેથી બિનજરૂરી ખાતરના વપરાશ ઘટતાં ખર્ચ ઘટાડી શકાય છે. |
||||||
|
પ્રશ્ન: |
|
||||||
|
જવાબ: |
આખા ખેતરનું પ્રતિનિધિત્વ ધરાવે તે રીતે ખેતરની વચ્ચે એક કાલ્પનિક રેખા દોરી તેની બગે બાજુએ સર્પાકારે જુદી જુદી 10 થી 12 જગ્યા નકકી કરી પાવડા અથવા ત્રિકમથી અડધો ફુટથી પોણા ફુટની ઉંડાઈના (25 સે.મી.) આશરે વી આકારના ખાડા કરી તેની માટી એક ખાડામાં એકત્ર કરી તેના ચાર ભાગ કરી સામસામા બે ભાગ કાઢી નાંખવા. આમ દરેક વખતે કરતા જવું. જયાં સુધી 500 ગ્રામ જેટલો માટીનો નમુનો રહે. આ નમુનો કાપડની થેલીમાં ભરી તેમાં એક કાપલી મુકવી. જેમાં ખેડૂતનું નામ, ગામ, સર્વેનંબર, લેવાનો પાક વગેરેની માહિતી હોય. ત્યારબાદ થેલી બંધ કરી તેના પર પણ નામ, ગામ, સર્વેનંબર લખી પ્રયોગશાળાને મોકલવા. |
||||||
| પ્રશ્ન: |
|
||||||
| જવાબ: |
(1) નમુનો લેવાનાં સાધનો, કાપડની થેલી વગેરે સ્વચ્છ હોવા જોઈએ. (2) પસંદ કરેલ જગ્યા શેઢો, વાડ, પાણીનો ઢાળીયો, પગરસ્તો, ગાડારસ્તો, ખાતરનો ઢગલો કે છાંયડાથી 10 ફુટ દુર હોવી જોઈએ. (3) માટીનો નમુનો ભીનો ન હોવો જોઈએ. સંજોગોવસાત ભીનો નમુનો હોય તો તેને છાંયડે રાખી સુકવી કોથળીમાં ભરવો. (4) ખાતર નાખ્યા પછી નમુનો ન લેવો. (5) શકય હોય તો વાવણીના બે માસ પહેલાં નમુનો મોકલવો. |
||||||
| પ્રશ્ન: |
|
||||||
| જવાબ: |
જમીન બગડેલ હોય તેના બે પ્રકાર છે. (1) ક્ષારીય (2) ભાસ્મિક |
||||||
| પ્રશ્ન: |
|
||||||
| જવાબ: |
1. દ્રાવ્યક્ષારો જમીનની સપાટી પર આવી સફેદ અથવા કાળુ પડ બનાવે છે. 2. જમીન ભીની હોય ત્યારે ચીકણી અને સુકાય ત્યારે કઠણ બને છે. જે ખેડતાં ઢેફાં પડે છે. 3. જમીનની નિતારશકિત ઘટે છે. 4. સુક્ષ્મ જીવાણુની કામગીરી અટકી પડે છે. 5. જમીનમાં રહેલ પોષકતત્વો અલભ્ય રૂપમાં ફેરવાઈ જતાં હોવાથી પાકને સહેલાઈથી મળી શકતાં નથી. 6. જમીનમાં હવા-પાણીની હેરફેર બરાબર થઈ શકતી નથી. 7. પાકના મુળના વિસ્તારમાં ક્ષારોનું પ્રમાણ વધવાથી રસાકર્ષણ દાબ વધે છે. જેથી છોડમાં રહેલ રસ પાછો જમીનમાં ખેંચાઈ આવે છે. 8. ખારી જમીનમાં પાક પીળો, નિસ્તેજ, ફ્રુટ વિનાનો જોવા મળે છે. |
||||||
| પ્રશ્ન: |
|
||||||
| જવાબ: |
ક્ષારીય જમીનમાં વધારે ક્ષારો હોવાથી સારી ગુણવત્તાવાળા પાણીથી અથવા વરસાદના પાણીથી નિતાર દ્વારા દૂર કરવા પડે છે. જો નિતાર માટેનું પાણી ખૂબજ ઓછા ક્ષારવાળુ હોય અને જમીનની નિતાર ક્ષમતા સારી હોય તો જમીન સુધારણા ઝડપી થઈ શકે. 1. જમીનની સપાટી પર જમા થયેલ ક્ષારોની પોપડી એકઠી કરી ખેતરની બહાર કાઢી તેનો યોગ્ય નિકાલ કરવો. 2. જમીનને સમતળ બનાવી નાની નાની કયારીઓ બનાવો. 3. પાણી આપવાના ઢાળીયા ખેતરના ઢાળને કાટખૂણે બનાવી તેને નિતાર નીક સાથે જોડવા જેથી વધારાનું પાણી નિતાર નીક ધ્વારા નિકળી શકે. દરેક વિભાજીત પ્લોટને પિયતનું પાણી બે પ્લોટ વચ્ચેના સીધા ઢાળીયા ધ્વારા જ આપવું. કોઇપણ સંજોગોમાં એક પ્લોટમાંથી બીજા પ્લોટમાં પાણી ન જાય તેની કાળજી લેવી. 4. ઉનાળાની શરૂઆતમાં કયારીઓમાં સારું પાણી ભરી રાખો જેથી ક્ષાર નિતાર ધ્વારા અંદર ઉંડો ઉતરી જશે. 5. નિતારની કામગીરી દરમ્યાન પણ ક્ષારની માત્રા પ્રમાણે યોગ્ય પાકની પસંદગી કરી પાક ઉગાડી શકાય છે. |
||||||
| પ્રશ્ન: |
|
||||||
| જવાબ: |
ભાસ્મિક જમીનોમાં વિનિમય પામતા સોડીયમને કેલ્શયમ વડે વિસ્થાપિત કરી નિતાર ધ્વારા સોડીયમને દુર કરવામાં આવે છે. 1. જમીનને સમતળ બનાવી નાની નાની કયારીઓ બનાવો. 2. જમીનનું પૃથ્થકરણ કરાવી જીપ્સમની જરૂરિયાત નકકી થાય તેનો અડધો જથ્થો નાખવો. 3. જીપ્સમને જમીનમાં 10 સે.મી. ઉંડાઈ સુધી મિશ્ર કરવું. 4. જીપ્સમની અવેજીમાં ગંધક પ્રાયરાઈટ, ડેરીમાં વપરાયેલ સલ્ફયુરીક એસીડ, પ્રેસ મડ પણ વાપરી શકાય છે. 5. સેંન્દ્રિય ખાતરો, છાણીયું ખાતર, પ્રેસમડ, લીલો પડવાસ શકય હોય તેટલું વધારે નાંખવું. 6. કયારીઓમાં સારૂ પાણી ભરી રાખો એટલે સોડીયમ છુટો પડી ઉંડે ઉતરી જાય. 7. આ સુધારણા દરમ્યાન ભાસ્મિકતાની માત્રા પ્રમાણે યોગ્ય પાકો પસંદ કરી ઉગાડો. ડાંગરનો પાક સારો અનુકુળ છે. |
||||||
| પ્રશ્ન: |
|
||||||
| જવાબ: |
|
||||||
|
પ્રશ્ન: |
|
||||||
|
જવાબ: |
pH એટલે જમીનમાં હાઈડ્રોજન, આયર્નની પોટેન્સાલીટી. 6.5 થી 8.2 pH એટલે તંદુરસ્ત જમીન. આવા pH વાળી જમીનમાં છોડ દરેક પોષક દ્રવ્યો સરળતાથી લઈ શકે છે. જમીન તથા પાણીનો pH આંક પ્રયોગશાળામાં પી.એચ. મીટરની મદદથી જાણી શકાય છે. |
||||||
|
|
|
||||||
|
પ્રશ્ન: |
|
||||||
|
જવાબ: |
ઓછા પી.એચ.વાળી જમીન એટલેકે એસીડીક જમીન. આવી જમીન આહવા-ડાંગ જેવા ગાઢ જંગલની હોય છે. જેનો pH આંક 6.5 થી નીચો હોઈ શકે. તેને સુધારવા માટે જમીનમાં ચુનો ઉમેરવો. વધારે પી.એચ. આંક એટલે કે જેનો પી.એચ. આંક 8.2 કરતાં વધારે હોય તેમાં જીપ્સમ ઉમેરી જમીન સુધારી શકાય છે. જીપ્સમ જમીનમાં 10 સે.મી. જેટલી ઉંડાઈએ મિશ્ર કરવું. |
||||||
|
પ્રશ્ન: |
|
||||||
|
જવાબ: |
નમુનો ખેડૂત પોતે લઈ જે તે પ્રયોગશાળાને મોકલાવી શકે છે અથવા ગ્રામસેવક દ્વારા પ્રયોગશાળાને પહોંચાડી શકાય છે. |
||||||
|
|
|
||||||
|
પ્રશ્ન: |
|
||||||
|
જવાબ: |
જમીનના નમુનામાંથી પી.એચ., ઈ.સી., લભ્ય ફોસ્ફરસ, લભ્ય પોટાશ, સેન્દ્રિય કાર્બન વગેરે કાઢવામાં આવે છે. |
||||||
|
પ્રશ્ન: |
|
||||||
|
જવાબ: |
સરકારશ્રી તરફથી જમીન ચકાસણીની ફી રૂા.15/-, સુક્ષ્મતત્વો ચકાસણીની ફી રૂા.15/- તથા પાણી ચકાસણીની ફી રૂા.15/- રાખેલ છે. જેને ચલન દ્વારા જમા કરવવાની હોય છે. |
||||||
|
|
|
||||||
|
પ્રશ્ન: |
|
||||||
|
જવાબ: |
ચકાસણી અંગેની ફી સરકારી ચલનથી બેંકમાં ભરવાની હોય છે. જેનું ચલન હેડ- 0401-પાક
કૃષિવ્યવસ્થા |