અન્‍ય પ્રશ્રો
મુખ્ય પૃષ્

પ્રશ્‍ન:

ગામવાર પાક આયોજનનું મહત્વ શું છે?

જવાબ:

જમીન ચકાસણીને આધારે ખેડૂતને કયો પાક આર્થિક રીતે ફાયદાકારક છે તેનું માર્ગદર્શન મળે છે.

 

 

પ્રશ્‍ન:

વ્યકિતગત માર્ગદર્શન હેઠળ ખેડૂતને શાની જાણકારી આપવામાં આવે છે?

જવાબ:

ખેડૂતોને તેમની જમીનનું પૃથ્થકરણ કરાવવા કયા કયા ખેતરમાં કયો પાક વાવવો, કયા પાકમાં કેટલું ખાતર નાંખવું તથા પશુપાલન અને બાગાયતી પાકોની માહિતી પણ આપવામાં આવે છે.

 

 

પ્રશ્‍ન:

આત્મા પ્રોજેકટ એટલે શું?

જવાબ:

આ ખેડૂતોના વિકાસ માટેનો પ્રોજેકટ ખેડૂતો, સરકારી, અર્ધસરકારી તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ખેડૂતોને કેન્દ્રબિંદુમાં રાખીને સર્ગાંગી વિકાસ માટે ભારત સરકારે અમલમાં મુકેલ છે.

પ્રશ્‍ન:

આત્મા પ્રોજેકટથી ખેડૂતોને શું ફાયદો થાય?

જવાબ:

 

આ પ્રોજેકટમાંની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ખેડૂતોની ખેતી, પશુપાલન, બાગાયતી પાકોની ખેતી તથા તેને સંલગ્ન પ્રવૃત્તિઓમાં ખેડૂતોની જરૂરિયાત આધારિત છે, જેને પરિણામે જે તે વિસ્તાર માટે શોધાયેલ ટેકનોલોજી ખેડૂતો અપનાવતા થશે તેનાથી ખેડૂતોના કૃષિ પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે.

પ્રશ્‍ન:

આકાશવાણી - દૂરદર્શનના કાર્યક્રમો ખેડૂતને અનુકૂળ સમયે પ્રસારિત કરાતા નથી, શા માટે?

જવાબ:

ખેડૂતો માટે વહેલી સવાર, બપોર, સાંજે આવા કાર્યક્રમો પ્રસારિત થાય છે. દૂરદર્શનના કાર્યક્રમો ડીડી-11 ગુજરાતી પર પુન:પ્રસારિત થાય છે.

પ્રશ્‍ન:

ખેતીમાં પાક ઉત્પાદન મેળવવા માટે સૌથી પ્રથમ મહત્વની બાબત કઈ છે?

જવાબ:

જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. જમીન ફળદ્રુપ બની રહે તે બાબત મહત્વની છે.

પ્રશ્‍ન:

ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન મેળવવા માટે કયા અસરકારક પરિબળો છે?

જવાબ:

 

ગુણવત્તાવાળા બીજની પસંદગી, જૈવિક ખાતરનો ઉપયોગ, રાસાયણિક ખાતરનો ઉપયોગ, સમયસર પિયત અને નિંદણ નિયંત્રણ અને પાક સંરક્ષણનાં પગલાં એ મહત્તમ ઉત્પાદન મેળવવાના અસરકારક પરિબળો છે.